11 April, 2026 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવ ડી ૨૪ એપ્રિલે થઈ રહી છે રીરિલીઝ
ડિરેક્ટર અનુરાગ કશ્યપની ‘દેવ ડી’ હવે ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અભય દેઓલ, કલ્કિ કોચલિન અને માહી ગિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. ૨૦૦૯માં રિલીઝ થયેલી આ ફિલ્મ હવે ૨૪ એપ્રિલે ફરીથી સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. આ રીરિલીઝની જાહેરાત પીવીઆર આઇનૉક્સ દ્વારા કરવામાં આવી છે.
આ ફિલ્મ પ્રખ્યાત લેખક શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ક્લાસિક નવલકથા ‘દેવદાસ’નું આધુનિક વર્ઝન છે અને ફિલ્મની વાર્તા પંજાબ અને દિલ્હી જેવા વિસ્તારોમાં શૂટ કરવામાં આવી છે. ૧૬ વર્ષ પછી આ ફિલ્મને ફરીથી થિયેટરમાં રિલીઝ કરવામાં આવી રહી છે જેથી નવી પેઢી પણ આ ખાસ ફિલ્મનો અનુભવ મોટા પડદા પર કરી શકે અને જૂના ફૅન્સ ફરી એક વાર એની યાદોને તાજી કરી શકે.