25 November, 2025 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતીય સિનેમાના એક યુગનો અંત : નરેન્દ્ર મોદી
ધર્મેન્દ્રજીની વિદાયથી ભારતીય સિનેમાના એક યુગનો અંત આવ્યો છે. તેઓ એક આઇકૉનિક ફિલ્મ પર્સનાલિટી અને અદ્ભુત ઍક્ટર હતા. તેમણે ભજવેલી દરેક ભૂમિકાને તેમણે પોતાની આગવી અદાથી ગહનતા આપી હતી. તેમણે ભજવેલાં કિરદાર સાથે લોકોએ ઊંડું જોડાણ અનુભવ્યું હતું. ધર્મેન્દ્રજી સાદગી, નમ્રતા અને ઉષ્માભર્યા સ્વભાવને લીધે લોકોના ચહીતા હતા. આ દુઃખની ક્ષણમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ફૅન્સ માટે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.
આજ મેરા ૧૦ કિલો ખૂન કમ હો ગયા : સચિન તેન્ડુલકર
બીજા અનેક લોકોની જેમ હું પણ પહેલી વાર મળીને જ ધર્મેન્દ્રજીને પસંદ કરવા લાગ્યો હતો. અનેક કિરદારોથી અમારું મનોરંજન કરનાર આ ઍક્ટર સાથેનો ઑન-સ્ક્રીન બૉન્ડ, તેમને રૂબરૂ મળ્યો એ પછી ઑફ-સ્ક્રીન તો વધારે મજબૂત બની ગયો હતો.
તેમની અદ્ભુત એનર્જી આપણને સ્પર્શ્યા વગર રહેતી નહીં. મને તેઓ હંમેશાં કહેતા, ‘તુમકો દેખકર એક કિલો ખૂન બઢ જાતા હૈ મેરા.’
તેમની હાજરીમાં સહજ હૂંફ અનુભવાતી, સાથે રહેલા દરેકને તેઓ સ્પેશ્યલ ફીલ કરાવતા. આજે તેમની વિદાયથી મારું હૃદય ભરાઈ ગયું છે, ઐસા લગતા હૈ જૈસે મેરા ૧૦ કિલો ખૂન કમ હો ગયા હૈ... વિલ મિસ યુ...
એવું લાગે છે મેં બીજી વાર પિતા ગુમાવ્યા : કપિલ શર્મા
અલવિદા ધરમપાજી, આપકા જાના બહુત હી દુખદાયી હૈ, ઐસા લગ રહા હૈ જૈસે દૂસરી બાર મૈંને પિતા કો ખો દિયા હૈ. આપને જો પ્યાર ઔર આશીર્વાદ દિયા વહ હમેશા મેરે દિલ મેં ઔર યાદોં મેં રહેગા. કૈસે એક પલ મેં કિસીકે દિલ મેં બસ જાતે હૈં યહ આપસે બેહતર કોઈ નહીં જાનતા. હમારે દિલ મેં આપ હમેશા રહોગે. ઈશ્વર આપકો અપને ચરણોં મેં સ્થાન દેં
દરેકને ખુશ કરનાર જય, યમલા, પગલા, દીવાના અનંતની યાત્રાએ નીકળી ગયા : એકનાથ શિંદે
પોતાના કામ દ્વારા હંમેશાં આનંદ આપનારા આ જટ... યમલા... પગલા... દીવાના... જતાં-જતાં દરેક રસિકનું મન દુખી કરીને અનંતની યાત્રાએ નીકળી ગયા છે. મારા અને મારા સમગ્ર શિવસેના પરિવાર તરફથી જ્યેષ્ઠ અભિનેતા ધર્મેન્દ્રજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
ઓડિશાના જાણીતા રેતશિલ્પી સુદર્શન પટનાઈકે ગઈ કાલે
ઓડિશાના જાણીતા રેતશિલ્પી સુદર્શન પટનાઈકે ગઈ કાલે પુરીના બીચ પર અનોખું રેતશિલ્પ બનાવ્યું હતું. ગઈ કાલે સવારે અવસાન પામેલા લેજન્ડરી ઍક્ટર ધર્મેન્દ્રને ઇમોશનલ વિદાય આપતા આ રેતશિલ્પમાં સુદર્શન પટનાઈકે ધર્મેન્દ્રનો આઇકૉનિક ચહેરો બનાવ્યો હતો અને એન્ડ ઑફ ઍન એરા લખ્યું હતું.