06 March, 2025 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર
બૉલીવુડના એક સમયના સુપરસ્ટાર ધર્મેન્દ્ર અત્યારે ૮૯ વર્ષના થઈ ગયા છે. તેમની તબિયત નરમગરમ રહે છે છતાં તેઓ સોશ્યલ મીડિયામાં બહુ સક્રિય છે અને એના માધ્યમથી ફૅન્સ સાથે સંપર્કમાં રહે છે. ધર્મેન્દ્ર સોશ્યલ મીડિયામાં તેમની અલગ-અલગ લાગણીની અભિવ્યક્તિ કરતા હોય છે. જોકે હાલ તેમણે કરેલી એક પોસ્ટ વાંચીને તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે.
ધર્મેન્દ્રએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મેસેજ મૂક્યો છે કે ‘દિલો વચ્ચે અંતર વધતું જ જઈ રહ્યું છે, ક્યારે મળશે છુટકારો આ ખોટી ધારણાઓથી.’
ધર્મેન્દ્રએ આ મેસેજ સાથે હાથ જોડેલા હોય એવું ઇમોજી પણ મૂક્યું છે.
ધર્મેન્દ્રના આ મેસેજ પર દીકરા બૉબીએ હાર્ટ ઇમોજી મૂકીને પ્રતિભાવ આપ્યો છે.