ઇક્કીસ બનશે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ

27 November, 2025 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૬ ડિસેમ્બરે રિલીઝ થનારી ‘ઇક્કીસ’ તેમની છેલ્લી ફિલ્મ સાબિત થશે

૨૬ ડિસેમ્બરે રિલીઝ થશે ‘ઇક્કીસ’

ધર્મેન્દ્રએ ૮૯ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું અને તેમણે લગભગ ૬ દાયકાની લાંબી કરીઅરમાં ૩૦૦ કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને ૨૬ ડિસેમ્બરે રિલીઝ થનારી ‘ઇક્કીસ’ તેમની છેલ્લી ફિલ્મ સાબિત થશે. ડિરેક્ટર શ્રીરામ રાઘવનની આ ફિલ્મ ભારતના સૌથી યુવા પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના શૌર્ય અને બલિદાનની કહાણી પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન શ્રીરામ રાઘવને કર્યું છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અરુણ ખેતરપાલના પિતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને ફિલ્મમાં અરુણ ખેતરપાલ તરીકે અગસ્ત્ય નંદા જોવા મળશે.

dharmendra upcoming movie entertainment news bollywood bollywood news