ધૂમ 4નું ભાવિ અધ્ધરતાલ

11 February, 2026 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સ પાસે હજી સુધી ‘ધૂમ 4’ માટે સંપૂર્ણ સ્ક્રિપ્ટ તૈયાર નથી

ફાઇલ તસવીર

થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે રણબીર કપૂર ‘ધૂમ 4’માં કામ કરવાનો છે અને તે ફિલ્મમાં લીડ વિલન તરીકે બહુ જલદી કામ શરૂ કરશે. જોકે હવે લેટેસ્ટ અપડેટ છે કે રણબીરે હજી સુધી ‘ધૂમ 4’ સાઇન કરી નથી, કારણ કે આ ફિલ્મ હાલમાં માત્ર એક આઇડિયા સુધી જ સીમિત છે. યશરાજ ફિલ્મ્સ પાસે હજી સુધી ‘ધૂમ 4’ માટે સંપૂર્ણ સ્ક્રિપ્ટ તૈયાર નથી. આ ફ્રૅન્ચાઇઝીનો ત્રીજો ભાગ ૨૦૧૩માં રિલીઝ થયો હતો અને છેલ્લાં લગભગ ૧૩ વર્ષથી ચોથા ભાગને લઈને વિચારણા ચાલી રહી છે.

રિપોર્ટ્‍સ મુજબ આદિત્ય ચોપડાએ સ્ક્રિપ્ટના નવથી વધુ ડ્રાફ્ટ્સ નકારી કાઢ્યા છે. જ્યાં સુધી આદિત્યને સ્ક્રિપ્ટ પર સંપૂર્ણ વિશ્વાસ ન થાય ત્યાં સુધી તે આ પ્રોજેક્ટને આગળ વધારવા તૈયાર નથી, કારણ કે ‘ધૂમ’ તેના બૅનરની સૌથી લોકપ્રિય ફ્રૅન્ચાઇઝીમાંની એક છે. ઉપરાંત તેની તાજેતરની બે ફિલ્મો ‘વૉર 2’ અને ‘મર્દાની 3’નું બૉક્સ-ઑફિસ પર જે પરિણામ આવ્યું છે એ જોતાં હવે તે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.

dhoom ranbir kapoor yash raj films upcoming movie entertainment news bollywood bollywood news