01 January, 2026 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધરમાં રણવીર સિંહ અને અક્ષય કુમારની ભૂત બંગલા
રણવીર સિંહની સુપરહિટ ‘ધુરંધર’નો બીજો ભાગ ‘ધુરંધર 2’ ૧૯ માર્ચે રિલીઝ થવાનો છે અને એ જ દિવસે યશની ‘ટૉક્સિક’ પણ રિલીઝ થવાની છે. અગાઉ આ દિવસે અજય દેવગનની ‘ધમાલ 4’ રિલીઝ થવાની હતી પણ બે મોટી ફિલ્મો સાથે ટક્કર ટાળવા આ ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી છે. હવે રિપોર્ટ છે કે ‘ધુરંધર 2’ના તોફાનથી બચવા માટે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની રિલીઝ-ડેટ પાછળ ઠેલવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ને પ્રિયદર્શન ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મની શરૂઆત વખતે જાહેર કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ૨૦૨૫માં જ રિલીઝ થશે, પરંતુ એ પછી અક્ષય કુમારે એક પોસ્ટર શૅર કર્યું હતું જેમાં ફિલ્મની નવી રિલીઝ-ડેટ ૨૦૨૬ની બીજી એપ્રિલ દર્શાવવામાં આવી હતી. જોકે હવે એક રિપોર્ટ મુજબ અક્ષય ફરી એક વખત ફિલ્મની રિલીઝ-ડેટ બદલવાની યોજના બનાવી રહ્યો છે, કારણ કે તે ૧૯ માર્ચે રિલીઝ થનારી ‘ધુરંધર 2’ સાથે ટક્કર નથી લેવા માગતો. જોકે અત્યાર સુધી મેકર્સ તરફથી પોસ્ટપોન વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.