`ધુરંધર : ધ રિવેન્જ` નહીં આવે નેટફ્લિક્સ પર

04 February, 2026 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધુરંધર : ધ રિવેન્જ’ની રિલીઝ પહેલાં મેકર્સે સીક્વલનો ઑફિશ્યલ સ્ટ્રીમિંગ પાર્ટનર પણ બદલી નાખ્યો છે

‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે

રણવીર સિંહની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની રિલીઝ પહેલાં મેકર્સે મહત્ત્વનો બદલાવ કર્યો છે અને સીક્વલનો ઑફિશ્યલ સ્ટ્રીમિંગ પાર્ટનર પણ બદલી નાખ્યો છે.

એટલે હવે આ સીક્વલ ‘ધુરંધર’ની જેમ નેટફ્લિક્સ પર નહીં આવે પરંતુ જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે. હાલમાં ‘ધુરંધર’ નેટફ્લિક્સ પર નંબર ૧ પર ટ્રેન્ડિંગમાં છે. જોકે એની સીક્વલના તમામ ભાષાઓના OTT રાઇટ્સ જિયો હૉટસ્ટારે ભારે કિંમતે ખરીદી લીધા છે. મેકર્સે ‘ધુરંધર : ધ રિવેન્જ’નું જબરદસ્ત ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરીને આ વાતની પુષ્ટિ પણ કરી દીધી છે, કારણ કે આ પોસ્ટર પર જિયો હૉટસ્ટાર અને સ્ટારગોલ્ડના લોગો છે જે દર્શાવે છે કે ટીવી-રાઇટ્સ સ્ટારગોલ્ડ પાસે અને સ્ટ્રીમિંગ રાઇટ્સ જિયો હૉટસ્ટાર પાસે છે. 

dhurandhar upcoming movie netflix aditya dhar ranveer singh sara arjun entertainment news bollywood bollywood news