ધુરંધર : ધ રિવેન્જમાં યામી ડૉક્ટરના ખાસ કૅમિયોમાં?

16 March, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિરેક્ટર આદિત્ય ધરની પત્ની અને અભિનેત્રી યામી ગૌતમ ફિલ્મમાં ખાસ કૅમિયો કરતી જોવા મળી શકે છે

યામી ગૌતમ

રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો પેઇડ પ્રીવ્યુ ૧૮ માર્ચે જોવા મળશે. રિલીઝ પહેલાં જ એક નવી ચર્ચા ચાલી રહી છે કે ડિરેક્ટર આદિત્ય ધરની પત્ની અને અભિનેત્રી યામી ગૌતમ ફિલ્મમાં ખાસ કૅમિયો કરતી જોવા મળી શકે છે. જોકે આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક સ્ક્રીનશૉટે આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે.

સોશ્યલ મીડિયામાં શૅર કરાયેલા સ્ક્રીનશૉટમાં ફિલ્મના એન્ડ ક્રેડિટ્સમાં યામી ગૌતમનું નામ દેખાતું હોવાનું કહેવાય છે. સ્ક્રીનશૉટ અનુસાર ફિલ્મમાં તે ડૉક્ટરનું પાત્ર ભજવી શકે છે. જોકે ત્યાં તેના આખા નામની જગ્યાએ માત્ર ‘YG’ અક્ષર દેખાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ ફિલ્મમાં હૉસ્પિટલનો એક મહત્ત્વપૂર્ણ સીન છે, જે વાર્તામાં મોટો વળાંક લાવશે. માનવામાં આવે છે કે આ સીન ભાવનાત્મક તેમ જ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ રહેશે અને એમાં યામી ગૌતમનું પાત્ર મુખ્ય મિશન સાથે જોડાયેલું હોઈ શકે છે.

dhurandhar upcoming movie aditya dhar yami gautam ranveer singh sara arjun entertainment news bollywood bollywood news