ધુરંધર : ધ રિવેન્જમાં વિકી કૌશલનો પણ ખાસ રોલ?

22 January, 2026 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકી કૌશલ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં મેજર વિહાન શેરગિલના રોલમાં જોવા મળશે

વિકી કૌશલ

‘ધુરંધર’ની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે. અક્ષય ખન્ના ફ્લૅશબૅક સીક્વન્સ મારફત આ ફિલ્મમાં પાછો ફરશે એ વાત તો કન્ફર્મ છે, પરંતુ હવે નવા રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં વિકી કૌશલ પણ ખાસ રોલમાં જોવા મળશે. જો આ વાત સાચી સાબિત થાય તો ‘ધુરંધર’ યુનિવર્સ વધારે સારી રીતે વિકાસ પામશે.

મળતી માહિતી પ્રમાણે વિકી કૌશલ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં મેજર વિહાન શેરગિલના રોલમાં જોવા મળશે. વિકી આ પહેલાં ૨૦૧૯માં આ જ રોલમાં આદિત્ય ધરની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં જોવા મળ્યો હતો.

ફિલ્મમાં વિકીના રોલ વિશે વાત કરતાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘આદિત્ય ધર ‘ધુરંધર : ધ રિવેન્જ’માં એક નવો પ્રયોગ કરી રહ્યો છે. તે હવે ‘ધુરંધર’ યુનિવર્સ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આના કારણે ‘ધુરંધર’ અને ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની વાર્તાની ટાઇમલાઇન અલગ હોવા છતાં તેણે ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની વાર્તાને બહુ સ્માર્ટ્લી ‘ધુરંધર : ધ રિવેન્જ’માં વણી લીધી છે. જોકે આ ફિલ્મમાં વિકી અને રણવીરના પાત્ર વચ્ચે મુલાકાત થશે કે નહીં એ હજી સ્પષ્ટ નથી. વિકી આદિત્યના મનપસંદ ઍક્ટર્સમાંથી એક છે.’

dhurandhar vicky kaushal aditya dhar ranveer singh sara arjun rakesh bedi akshaye khanna upcoming movie entertainment news bollywood bollywood news