24 December, 2025 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાનિશ પંડોર અને આહના કુમરા
બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મેળવનાર ‘ધુરંધર’માં રહમાન ડકૈતના ભાઈ ઉજૈર બલોચની ભૂમિકા ભજવનારા ઍક્ટર દાનિશ પંડોરે પોતાની દમદાર ઍક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. દાનિશે સોમવારે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. આ ખાસ અવસરે ફૅન્સથી લઈને મિત્રો સુધી સૌએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસે ઍક્ટ્રેસ આહના કુમરાએ જન્મદિવસની શુભેચ્છા આપતી જે પોસ્ટ લખી છે એના કારણે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તેઓ બન્ને ડેટિંગ કરી રહ્યાં છે.
આહનાએ પોતાના સોશ્યલ મીડિયામાં દાનિશ સાથેની તસવીરો શૅર કરીને લખ્યું છે, ‘મારી નજરમાં સૌથી દયાળુ યુવકને મારા તરફથી જન્મદિવસની શુભેચ્છા. હું આશા રાખું છું કે તારી બધી ઇચ્છાઓ પૂરી થાય. તારા માટે જીવન હંમેશાં સારું રહે. જીવન તારા માટે અઢળક પ્રેમ, સફળતા અને ખુશીઓ લાવે જેનો તું હકદાર છે. હંમેશાં તારા માટે શુભેચ્છાઓ. આશા છે કે આવતું વર્ષ શાનદાર રહેશે, ડૅની બૉય.’