મધુબાલાની બાયોપિક માટે સારા અર્જુન કન્ફર્મ

23 April, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ સીધી OTT પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે

આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે સારા અર્જુન ખાસ તૈયારી કરી રહી છે

ભારતીય સિનેમાની લોકપ્રિય હિરોઇન મધુબાલા પર બની રહેલી બાયોપિક મામલે કન્ફર્મ માહિતી મળી છે કે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે સારા અર્જુનનું નામ ફાઇનલ થયું છે. આ પ્રોજેક્ટ છેલ્લાં કેટલાંક વર્ષોથી વિલંબનો સામનો કરી રહ્યો હતો, પરંતુ હવે ફિલ્મને સીધી OTT પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મને જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પ્રોડ્યુસ કરી રહ્યા છે જ્યારે ડિરેક્શનની જવાબદારી જસ્મીત કે. રીનને સોંપવામાં આવી છે.

રિપોર્ટ મુજબ ફિલ્મનું પ્રોડક્શન જુલાઈ ૨૦૨૬થી શરૂ થવાનું છે. અગાઉ બજેટ સંબંધિત કારણોસર પ્રોજેક્ટ અટકાવવામાં આવ્યો હતો, પરંતુ સંજય લીલા ભણસાલી એમાં જોડાતાં જ એને નવી ગતિ મળી છે.

આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે સારા અર્જુન ખાસ તૈયારી કરી રહી છે અને ફિલ્મમાં દિલીપકુમાર અને કિશોરકુમારનાં પાત્રો માટે હજુ કાસ્ટિંગ ચાલી રહ્યું છે. આ બાયોપિક મધુબાલાની શાનદાર ફિલ્મી કરીઅરની સાથે તેની વ્યક્તિગત જિંદગી, સંબંધો અને સંઘર્ષોને પણ રજૂ કરશે. મધુબાલાનું માત્ર ૩૬ વર્ષની વયે થયેલું અવસાન પણ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. જોકે હાલમાં મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

madhubala sara arjun upcoming movie entertainment news bollywood bollywood news