24 April, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`સાથ સાથ’ ૧૯૮૨માં રિલીઝ થઈ હતી
સાથ સાથમાં કામ કરવા માટે રાકેશ બેદીને એકેય રૂપિયો નહોતો મળ્યો ‘ધુરંધર’માં જમીલ જમાલીનો રોલ કરીને સારીએવી લોકપ્રિયતા મેળવનાર રાકેશ બેદીએ હાલમાં ફારાહ ખાનના વ્લૉગમાં પોતાની કરીઅરની શરૂઆતના દિવસોના સંઘર્ષનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મને ફિલ્મ ‘સાથ સાથ’માં કામ કરવા માટે એક પણ રૂપિયો નહોતો મળ્યો. ‘સાથ સાથ’ ૧૯૮૨માં રિલીઝ થઈ હતી અને એમાં ફારુખ શેખ અને દીપ્તિ નવલ મુખ્ય ભૂમિકામાં હતાં જ્યારે રાકેશ બેદીએ મહત્ત્વનો સપોર્ટિંગ રોલ કર્યો હતો.
રાકેશ બેદીએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે ‘એ સમયગાળા દરમ્યાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અમુક વર્તન બહુ નૉર્મલ હતું. ઘણી વાર પેમેન્ટ પહેલેથી જ મોટા સ્ટાર્સ માટે રાખવામાં આવતું અને અન્ય કલાકારોએ રાહ જોવી પડતી હતી. એક વાર જ્યારે મને પૈસાની જરૂર હતી ત્યારે પ્રોડ્યુસર પાસે પૈસા હોવા છતાં મને જણાવાયું કે એ પૈસા ‘હીરો’ માટે છે.’