IPLને કારણે ધુરંધર : ધ રિવેન્જની OTT રિલીઝ થોડી મોડી થશે

11 April, 2026 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના પહેલા ભાગ ‘ધુરંધર’ને નેટફ્લિક્સ પર સારી સફળતા મળી હતી અને એણે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં સ્ટ્રીમ થઈને ઘણા રેકૉર્ડ બનાવ્યા હતા. જોકે સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ડિજિટલ હક જિયોહૉટસ્ટાર પાસે છે.

IPLને કારણે ધુરંધર : ધ રિવેન્જની OTT રિલીઝ થોડી મોડી થશે

ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની OTT રિલીઝ વિશે દર્શકોમાં ભારે ઉત્સુકતા છે, પરંતુ હવે એના ડિજિટલ પ્રીમિયરમાં થોડું મોડું થવાની શક્યતા છે માટે થોડી વધુ રાહ જોવી પડશે. ૧૯ માર્ચે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હકીકતમાં મેના મધ્ય ભાગ સુધી OTT પર આવવાની અપેક્ષા હતી, પણ ટ્રેડ-રિપોર્ટ્‌સ મુજબ ફિલ્મ હવે મેના છેલ્લા અઠવાડિયા અથવા જૂન ૨૦૨૬ના પહેલા અઠવાડિયામાં સ્ટ્રીમ થઈ શકે છે. આ વિલંબનું કારણ IPL 2026 માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ૩૧ મે સુધી ચાલવાની છે. આ ટુર્નામેન્ટને કારણે ફિલ્મની OTT વ્યુઅરશિપ પર અસર પડી શકે છે.
ફિલ્મના પહેલા ભાગ ‘ધુરંધર’ને નેટફ્લિક્સ પર સારી સફળતા મળી હતી અને એણે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં સ્ટ્રીમ થઈને ઘણા રેકૉર્ડ બનાવ્યા હતા. જોકે સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ડિજિટલ હક જિયોહૉટસ્ટાર પાસે છે.

dhurandhar bollywood buzz ranveer singh bollywood news bollywood gossips bollywood entertainment news