કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના

25 March, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધરના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન સારા અર્જુનના ખભા પર કિસ કરવાના પોતાના વર્તન વિશે રાકેશ બેદીએ કરી સ્પષ્ટતા

ગયા વર્ષે નવેમ્બરમાં ફિલ્મ ‘ધુરંધર’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન આ વિડિયો વાઇરલ થયો હતો

૭૧ વર્ષના રાકેશ બેદી હાલ પોતાની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની મોટી સફળતાનો આનંદ માણી રહ્યા છે. જોકે આ સફળતા વચ્ચે તેમનો એક જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવી ગયો છે, જેને લઈને હવે તેમણે સ્પષ્ટતા કરી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં ફિલ્મ ‘ધુરંધર’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં રાકેશ બેદી પોતાની સહઅભિનેત્રી સારા અર્જુનના ખભા પર કિસ કરતા જોવા મળ્યા હતા. સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ આ દૃશ્યને ખોટી રીતે રજૂ કર્યું હતું અને એની ટીકા કરી હતી. હાલમાં એક પૉડકાસ્ટમાં રાકેશ બેદીએ આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું કે સારા અર્જુન ફિલ્મમાં મારી દીકરીનો રોલ ભજવે છે. શૂટિંગ દરમ્યાન પણ તે સારાને પિતાની જેમ પ્રેમથી મળતા, ગળે લગાવતા અને માથા પર કિસ કરતા હતા. રાકેશે દલીલ કરી કે તેમનું આ વર્તન સંપૂર્ણપણે પિતા-દીકરીના સ્નેહ જેવું જ હતું.

આ વિવાદ વિશે સ્પષ્ટતા કરતાં રાકેશ બેદીએ કહ્યું હતું કે ટ્રેલર-લૉન્ચ દરમ્યાન પણ મેં એ જ રીતે સ્નેહ દર્શાવ્યો હતો, પરંતુ કેટલાક લોકોએ એને ખોટા અર્થમાં લઈને વિવાદ ઊભો કર્યો હતો. આ સ્પષ્ટતા પછી રાકેશ બેદીએ કહ્યું હતું કે ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના.’ 

dhurandhar sara arjun rakesh bedi viral videos entertainment news bollywood bollywood news