સારા અર્જુનના ફૉલોઅર્સ વધી ગયા ઇન્સ્ટાગ્રામ પર

25 March, 2026 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટ્રાગ્રામ પર પહેલાં સારાના ફૉલોઅર્સની સંખ્યા 211K (૨,૧૧,૦૦૦) હતી અને હવે એ વધીને 2.9 મિલ્યન (૨૯,૦૦,૦૦૦) થઈ ગઈ છે

સારા અર્જુન

૧૯ માર્ચે રિલીઝ થયેલી ‘ધુરંધર : ધ રિવેન્જ’એ રિલીઝના પાંચ જ દિવસમાં અનેક રેકૉર્ડ તોડી નાખ્યા છે. આ બધાની વચ્ચે ફિલ્મમાં યલિનાનું પાત્ર ભજવનાર સારા અર્જુનની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. ફિલ્મમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે અને આ વાતની અસર તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જોવા મળે છે.

આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં સારા અર્જુન સોશ્યલ મીડિયા પર બહુ ઍક્ટિવ નહોતી પરંતુ ફિલ્મની સફળતાએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી છે. ઇન્સ્ટ્રાગ્રામ પર પહેલાં સારાના ફૉલોઅર્સની સંખ્યા 211K (૨,૧૧,૦૦૦) હતી અને હવે એ વધીને 2.9 મિલ્યન (૨૯,૦૦,૦૦૦) થઈ ગઈ છે અને તે સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

સારા અર્જુન જાણીતા અભિનેતા રાજ અર્જુનની દીકરી છે. ૨૦૨૫માં આવેલી ‘ધુરંધર’થી સારાએ લીડ ઍક્ટ્રેસ તરીકે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ પહેલાં તે બાળકલાકાર તરીકે પણ કામ કરી ચૂકી છે અને સાઉથની અનેક ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. 

dhurandhar sara arjun instagram entertainment news bollywood bollywood news