03 July, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધુરંધર’ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થઈ હતી, પરંતુ એ સમયે એને જપાનમાં રિલીઝ કરવામાં આવી નહોતી
રણવીર સિંહની ‘ધુરંધર’ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે બૉક્સ-ઑફિસ પર બ્લૉકબસ્ટર સફળતા મેળવી હતી. હવે આ ફિલ્મ ૧૦ જુલાઈએ જપાનમાં રિલીઝ થવા જઈ રહી છે. ‘ધુરંધર’ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થઈ હતી, પરંતુ એ સમયે એને જપાનમાં રિલીઝ કરવામાં આવી નહોતી. આ ફિલ્મના પ્રોડ્યુસર જિયો સ્ટુડિયોઝે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં રણવીરે પોતાના જપાની ચાહકો માટે ખાસ સંદેશ આપ્યો છે.
આ વિડિયોમાં રણવીર કહે છે, ‘જપાનના તમામ લોકોને મારા હાર્દિક નમસ્કાર, કોનીચીવા! ‘ધુરંધર’ હવે જપાનમાં રિલીઝ થવા જઈ રહી છે. આ એક અનોખો સિનેમૅટિક અનુભવ છે જેમાં ડ્રામા, તીવ્રતા, ભવ્યતા, લાગણીઓ અને રોમાંચથી ભરપૂર શ્રેષ્ઠ વાર્તા રજૂ કરવામાં આવી છે. હું આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું કે મોટા પડદા પર અત્યાર સુધીની સૌથી મોટી હિન્દી ફિલ્મનો અનુભવ કરો. આપ સૌને ખૂબ-ખૂબ પ્રેમ અને આશા છે કે સિનેમાઘરોમાં આપ સૌને મળીશ.’