14 September, 2025 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
શાહરુખ ખાનના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે અને તેનામાં આવતા ફેરદાર પણ ફૅન્સ ઝડપથી નોટિસ કરે છે. હાલમાં શાહરુખની જ્વેલરી-બ્રૅન્ડની નવી ઍડ આવી છે જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ ઍડમાં શાહરુખનો ચહેરો બધાને ખૂબ બદલાયેલો લાગી રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે શાહરુખે પોતાના ચહેરા પર ડી-એજિંગ અને VFXનું કામ કરાવ્યું છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શાહરુખના વિડિયો સામે આવ્યા પછી કહેવામાં આવી રહ્યું છે કે ઍડ માટે ડિજિટલ ટૂલ્સથી તેના ચહેરામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નાકને વધારે શાર્પ અને પાતળું બનાવવામાં આવ્યું છે. જોકે આ ચર્ચામાં હકીકત કેટલી છે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.