03 April, 2026 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં રણબીર કપૂરની આવનારી ફિલ્મ ‘રામાયણ’ ભારે ચર્ચામાં છે. રણબીર પહેલાં ઘણા કલાકારોએ ભગવાન રામનું પાત્ર ભજવ્યું છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે બૉલીવુડની પહેલી ‘રામાયણ’ આધારિત ફિલ્મ ‘સીતા’ હતી. ૧૯૩૪માં ડિરેક્ટર દેવકી બોઝે બનાવેલી આ ફિલ્મમાં રણબીરના પરદાદા પૃથ્વીરાજ કપૂરે ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર રાજા રામ તરીકે જોવા મળ્યા હતા, જ્યારે દુર્ગા ખોટેએ માતા સીતાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી હતી અને ત્યાં તેને પ્રતિષ્ઠિત અવૉર્ડ પણ મળ્યો હતો. પૃથ્વીરાજ કપૂરે આ પાત્ર ૨૮ વર્ષની ઉંમરે ભજવ્યું હતું, જ્યારે રણબીર આ પાત્રને ૪૩ વર્ષની ઉંમરે ભજવી રહ્યો છે.