ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક ઍકટરનું નિધન, હોટેલમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

29 December, 2024 09:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Dileep Shankar Passed Away: તે ટીવી શો `પંચગની`નું શૂટિંગ કરી રહે હતા અને આ માટે તે છેલ્લા કેટલાક દિવસોથી આ જ હોટલમાં રોકાયા હતા. દિલીપનું મૃત્યુ ત્યારે થયું જ્યારે હોટલના કર્મચારીઓએ રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાનું નોંધ્યું હતું.

દિલીપ શંકર

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક જાણીતા અભિનેતાએ (Dileep Shankar Passed Away) પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની શંકા છે. મલયાલમ ફિલ્મ અને ટીવી અભિનેતા દિલીપ શંકર 29 ડિસેમ્બરની સવારે તેમના હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઆ હોબાળો મચી ગયો છે. દિલીપ શંકરનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો અને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. દિલીપ શંકરે આત્મહત્યા કરી છે કે કુદરતી મૃત્યુ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મીડિયા અહેવાલો અનુસાર, દિલીપ શંકરનો (Dileep Shankar Passed Away) મૃતદેહ તિરુવનંતપુરમની એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. તે ટીવી શો `પંચગની`નું શૂટિંગ કરી રહે હતા અને આ માટે તે છેલ્લા કેટલાક દિવસોથી આ જ હોટલમાં રોકાયા હતા. દિલીપનું મૃત્યુ ત્યારે થયું જ્યારે હોટલના કર્મચારીઓએ રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાનું નોંધ્યું હતું.

દિલીપ શંકર હોટલના રૂમમાંથી બહાર નીકળતા ન હતા

જણાવવામાં આવી રહ્યું છે કે દિલીપ શંકર છેલ્લા કેટલાક દિવસોથી હોટલના રૂમમાંથી (Dileep Shankar Passed Away) બહાર આવ્યા ન હતા. કોઈએ તેમને બહાર આવતા જોયા નહોતા. જોકે દિલીપ શંકરનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી અને ઘટનાસ્થળેથી પણ સુસાઈડ નોટ જેવું કંઈ પોલીસને મળ્યું નથી.

પોલીસ તપાસ શરૂ, કેવી રીતે થયું મોત અને શું કારણ હતું?

દિલીપ શંકરના આકસ્મિક અવસાનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં (Dileep Shankar Passed Away) શોકની લહેર છે અને ચાહકો પણ આઘાતમાં છે. પોલીસ હવે તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દિલીપ શંકરનું મૃત્યુ કેવી રીતે થયું.

દિલીપ શંકરની કારકિર્દી

દિલીપ શંકરના કરિયરની વાત કરીએ તો તેમણે ઘણી પ્રાદેશિક ભાષાની ફિલ્મો (Dileep Shankar Passed Away) અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. ટીવી શો `અમ્મરિયાતે`માં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. `પંચગની`માં ચંદ્રસેનનના પાત્ર માટે પણ તેને ઘણી પ્રશંસા મળી હતી. `નોર્થ 24 કથમ` અને છપ્પા કુરિશુ જેવી મલયાલમ ફિલ્મોમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

પ્રખ્યાત રેડિયો જૉકી સિમરન સિંહનો પણ મૃતદેહ મળી આવ્યો હતો

જમ્મુ-કાશ્મીરની પ્રખ્યાત રેડિયો જૉકી સિમરન સિંહે દિલ્હીને (Dileep Shankar Passed Away) અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં પોતાના જ ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને તેનો મૃતદેહ તેના ગુરુગ્રામ સેક્ટર 47ના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તે ફ્રીલાન્સ રેડિયો જૉકી (RJ) હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ સાત લાખ જેટલા ફોલોઅર્સ હતા. તેનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

celebrity death bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news