20 July, 2024 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસંજે
દિલજિત દોસંજે તેના શોમાં કામ કરતા દેશી ડાન્સર્સને હજી સુધી પૈસા નથી ચૂકવ્યા એવો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. દિલજિતના દુનિયાભરના શો હાઉસફુલ જાય છે. કૅનેડાના પ્રાઇમ મિનિસ્ટર તેને મળવા માટે સ્ટેજ પર પણ ગયા હતા. લૉસ ઍન્જલસ બેઝ્ડ કોરિયોગ્રાફર અને RRB ડાન્સ કંપનીના માલિક રજત રૉકી બત્તાએ દિલજિત પર આરોપ મૂક્યો છે કે તેના અવૉર્ડ શોમાં દેશી ડાન્સર્સને પૈસા નથી આપવામાં આવતા. રજતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ વાત જણાવી હતી. દિલજિતની ટીમ એવી આશા રાખે છે કે દેશી ડાન્સર્સ તેમના માટે ફ્રીમાં ડાન્સ કરે. જોકે હજી સુધી દિલજિતે આ વિશે કોઈ કમેન્ટ નથી કરી.