ક્યા ખૂબ લગતી હો

14 July, 2026 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉલીવુડના ક્રિસ્ટોફર નોલનની ‘ધી ઑડિસી’ના ખાસ પ્રીમિયરનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ પ્રીમિયરમાં હાજરી આપવા આવેલી ૬૯ વર્ષની ડિમ્પલ કાપડિયાએ પોતાની સ્ટાઇલ અને લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું

ડિમ્પલ કાપડિયા (સૌજન્ય મિડડે)

હૉલીવુડના ક્રિસ્ટોફર નોલનની ‘ધી ઑડિસી’ના ખાસ પ્રીમિયરનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ પ્રીમિયરમાં હાજરી આપવા આવેલી ૬૯ વર્ષની ડિમ્પલ કાપડિયાએ પોતાની સ્ટાઇલ અને લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ખાસ પ્રસંગે ડિમ્પલે ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા તૈયાર કરાયેલું ઑલ બ્લૅક આઉટફિટ પહેર્યું હતું. ડિમ્પલના આ લુકમાં તેની જ્વેલરીએ પણ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. તેણે પહેરેલા ખાસ પેન્ડન્ટમાં સોનાની અંદર રુબી અને હીરા જડવામાં આવ્યા હતા. આ પેન્ડન્ટની ડિઝાઇન શક્તિ, સુરક્ષા અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક માનવામાં આવતા ભગવાન શિવના ત્રીજા નેત્રથી પ્રેરિત હતી.

 

dimple kapadia bollywood bollywood news hollywood news entertainment news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events