14 March, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અયાન મુખર્જી અને તેના પિતા દેબ મુખર્જીની ફાઇલ તસવીર
ધુળેટીની સવારમાં હિન્દી સિનેમાના વરિષ્ઠ અભિનેતા દેબ મુખર્જી (Deb Mukherjee)નું 83 વર્ષની વયે નિધન થયું છે. દેબ મુખર્જી જાણીતા ફિલ્મ નિર્દેશક અયાન મુખર્જીના પિતા અને બૉલિવૂડની જાણીતી અભિનેત્રી કાજોલના પણ પરિવાજન સમાન હતા. આજના પવિત્ર દિવસે, સવારે 7:30 કલાકે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. અયાન મુખર્જી સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી મીડિયા સાથે શૅર કરી હતી.
દેબ મુખર્જીના નિધનના સમાચારથી હિન્દી સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના અંતિમ સંસ્કાર માટે તૈયારી થઈ ગઈ છે અને આજે સાંજે 4 વાગ્યે મુંબઈના વિલે પાર્લે સ્થિત પવનહંસ શમશાન ગૃહમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. આ પ્રસંગે બૉલિવૂડની અનેક જાણીતી હસ્તીઓની હાજર રહેવાની સંભાવના છે, જે આ દિગ્ગજ કલાકારને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે.
દેબ મુખર્જી (Deb Mukherjee) હિન્દી સિનેમાના સુવર્ણ યુગના એવા અભિનેતા હતા જેઓએ પોતાના ઉમદા અભિનય દ્વારા દર્શકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. પોતાના કરિયર દરમિયાન દેબ મુખર્જીએ અનેક પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું હતું. `આંસુ બન ગયે ફૂલ`, `અભિનેત્રી`, `દો આંખે`, `બાતો બાતો મેં`, `કમીને` અને `ગુદગુદી` જેવી ફિલ્મો દ્વારા તેમણે પોતાના અભિનયથી લોકોના હૃદયમાં પોતાની છાપ છોડી હતી.
તેમનો અભિનય સરળ, સિમ્પલ અને જીવંત જણાતો હતો જે દર્શકોના હૃદય સુધી સરળતાથી પહોંચતો હતો. દેબ મુખર્જીનું પરિવાર હંમેશા બૉલિવૂડ માટે ખાસ રહ્યું છે. તેમની આગામી પેઢી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમના પુત્ર અયાન મુખર્જી હાલમાં બૉલિવૂડના સફળ અને પ્રખ્યાત યુવા નિર્દેશકોમાંના એક છે. અયાન મુખર્જીએ `વેક અપ સિડ`, `યે જવાની હે દિવાની` અને `બ્રહ્માસ્ત્ર` જેવી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.
દેબ મુખર્જી (Deb Mukherjee)ની ભત્રીજી કાજોલ બૉલિવૂડની એક જાણીતી અભિનેત્રી છે, જેઓએ હિન્દી સિનેમાને અનેક યાદગાર ફિલ્મો આપી છે. દેબ મુખર્જીના નિધનથી માત્ર તેમનો પરિવાર જ નહીં પણ આખું બૉલિવૂડ અને તેમના ચાહકો પણ ગમગીન છે. સોશિયલ મીડિયા પર તેમના ચાહકો અને અન્ય હિન્દી સિનેમાના કલાકારો દેબ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમને હિન્દી સિનેમા માટે આપેલા યોગદાન માટે યાદ કરી રહી છે.
આયાન મુખરજીએ જણાવ્યું છે કે ‘બ્રહ્માસ્ત્ર’નો બીજો અને ત્રીજો ભાગ સાથે-સાથે બનાવવામાં આવશે અને આ વખતે સ્ટોરીઝ પર વધુ ધ્યાન આપવામાં આવશે. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’માં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હતાં. હવે એના (Deb Mukherjee) અન્ય બે ભાગ પર કામ ચાલી રહ્યું છે. એ વિશે આયાન મુખરજીએ કહ્યું કે ‘અમે ‘બ્રહ્માસ્ત્ર’નો બીજો અને ત્રીજો ભાગ સાથે-સાથે બનાવવાના છીએ. સાથે જ અમે એની સ્ટોરી લખવામાં થોડો વધારે સમય લઈશું. હું જાણું છું કે એને લઈને ખૂબ અપેક્ષા રાખવામાં આવે છે.