26 March, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ફિલ્મમેકર કબીર ખાને પોતાની પત્ની અને ઍક્ટ્રેસ મિની માથુરને તાજેતરમાં એક લક્ઝરી કાર ગિફ્ટ કરીને સરપ્રાઇઝ આપી છે. આ કપલની નવી કાર સ્ટાઇલિશ મિની કૂપર એસઈ છે જેની ભારતમાં અંદાજિત કિંમત લગભગ ૬૦ લાખ રૂપિયા છે.
મિની માથુરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ કારની તસવીર શૅર કરીને ખુશી વ્યક્ત કરી. તસવીર સાથે તેણે લખ્યું, ‘માય ગર્લ ઇઝ હિયર’ જે તેમની ખુશીને સ્પષ્ટ રીતે દર્શાવે છે.