દિશા પાટનીનો સુપરબોલ્ડ ડ્રેસ છે ૩.૮૩ લાખનો

04 June, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં દિશાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સુપરબોલ્ડ બૉડીકૉન ગાઉનમાં કેટલીક તસવીરો શૅર કરી છે

દિશા પાટની

દિશા પાટનીની ગણતરી બૉલીવુડની બોલ્ડ અને બ્યુટિફુલ હિરોઇન તરીકે થાય છે. હાલમાં દિશાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સુપરબોલ્ડ બૉડીકૉન ગાઉનમાં કેટલીક તસવીરો શૅર કરી છે. તેણે બેઝિક મેકઅપ અને સ્ટાઇલિશ જ્વેલરી પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે દિશાએ પહેરેલા આ બૉડીકૉન ગાઉનની કિંમત અંદાજે ૩.૮૩ લાખ રૂપિયા છે. આ ડ્રેસમાં સ્પગેટી સ્ટ્રૅપ્સ, સ્ટ્રક્ચર્ડ નેકલાઇન અને નાના ક્રિસ્ટલથી શણગારેલું 3D ફ્લોરલ ડેકોરેશન હતું અને એ ખરેખર બહુ સુંદર લાગતો હતો.

Disha Patani bollywood buzz bollywood news bollywood entertainment news