શાહિદની હિરોઇન તૃપ્તિ, અને દિશા પાટનીનો ખાસ કૅમિયો

03 July, 2025 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ માટે આ સ્ટાર્સની પસંદગી કરવામાં આવી છે

વિશાલ ભારદ્વાજે સોશ્યલ મીડિયામાં દિશા સાથેનો એક ખુશનુમા બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો

ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ હાલમાં શાહિદ કપૂરને લઈને એક ફિલ્મ બનાવી રહ્યા છે. હવે ખબર પડી છે કે આ ફિલ્મમાં દિશા પાટનીને એક ખાસ કૅમિયો માટે સાઇન કરવામાં આવી છે. વિશાલ ભારદ્વાજે સોશ્યલ મીડિયામાં દિશા સાથેનો એક ખુશનુમા બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો અને કહ્યું કે આ કૅમિયો દિશા માટે ખાસ લખવામાં આવ્યો હતો. જોકે દિશાની ભૂમિકા વિશેની વિગતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ રિપોર્ટ પ્રમાણે દિશા આ ફિલ્મમાં બે ગીતોમાં જોવા મળશે. આ  ફિલ્મમાં દિશા અને શાહિદ પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટમાં શાહિદની સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે તૃપ્તિ ડિમરીને સાઇન કરવામાં આવી છે.

vishal bhardwaj Disha Patani bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news