દિશા પાટનીનો નવો પ્રેમી પંજાબી સિંગર તલવિન્દર સિંહ સિધુ?

14 January, 2026 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિશા પાટની અને ટાઇગર શ્રોફ એક સમયે એકબીજાને ડેટ કરતાં હતાં પણ તેઓ ૨૦૨૨માં અલગ થઈ ગયાં હતાં. જોકે હવે એવું લાગી રહ્યું છે કે દિશાના જીવનમાં નવા પ્રેમીની એન્ટ્રી થઈ છે. રિપોર્ટ્સ મુજબ દિશા હાલમાં પંજાબી સિંગર તલવિન્દર સિંહ સિધુને ડેટ કરી રહી છે.

દિશા પાટનીનો નવો પ્રેમી પંજાબી સિંગર તલવિન્દર સિંહ સિધુ?

દિશા પાટની અને ટાઇગર શ્રોફ એક સમયે એકબીજાને ડેટ કરતાં હતાં પણ તેઓ ૨૦૨૨માં અલગ થઈ ગયાં હતાં. જોકે હવે એવું લાગી રહ્યું છે કે દિશાના જીવનમાં નવા પ્રેમીની એન્ટ્રી થઈ છે. રિપોર્ટ્સ મુજબ દિશા હાલમાં પંજાબી સિંગર તલવિન્દર સિંહ સિધુને ડેટ કરી રહી છે. તાજેતરમાં બન્ને નૂપુર સૅનનની લગ્નવિધિમાં સાથે જોવા મળ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર બન્નેના હાથમાં હાથ નાખેલા વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ વિડિયોમાં દિશા અને તલવિન્દર એકબીજાનો હાથ પકડીને મૌની રૉયના પતિ સૂરજ નામ્બિયાર સાથે વાત કરતાં દેખાય છે. આ પછી બન્ને ઉદયપુર ઍરપોર્ટ પર પણ સાથે જોવા મળ્યાં હતાં. 
થોડા દિવસ પહેલાં દિશા ગોવામાં અરશદ વારસી સાથે સ્પૉટ કરવામાં આવી હતી. એ વખતે દિશા કારની પાછળની સીટ પર એક મિસ્ટ્રીમૅન સાથે બેસેલી નજરે પડી હતી. હવે દિશા અને તલવિન્દરના વિડિયો સામે આવ્યા બાદ ફૅન્સ માનવા લાગ્યા છે કે એ મિસ્ટ્રીમૅન કોઈ બીજો નહીં, પરંતુ તલવિન્દર જ હતો. જોકે અત્યાર સુધી બન્નેમાંથી કોઈએ પણ પોતાના સંબંધનો સત્તાવાર રીતે સ્વીકાર નથી કર્યો.

કોણ છે તલવિન્દર સિંહ સિધુ? જાહેરમાં હંમેશાં સંતાડી રાખે છે ચહેરો

ઉદયપુરમાં ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનન અને સ્ટેબિન બેનનાં લગ્ન દરમ્યાન પંજાબી સિંગર તલવિન્દર સિંહ સિધુ સાથેની દિશા પાટનીની નિકટતા માણતી તસવીરો વાઇરલ થતાં બન્નેના ડેટિંગની ચર્ચા શરૂ થઈ છે. જોકે દિશા અને તલવિન્દરે હજી સુધી પોતાનો સંબંધ સત્તાવાર રીતે કન્ફર્મ કર્યો નથી.
તલવિન્દર સિંહ સિધુ પંજાબી ગાયક, મ્યુઝિક-પ્રોડ્યુસર અને ગીતકાર છે. તે આજના પંજાબી સંગીતજગતમાં સૌથી વધુ સાંભળવામાં આવતા ઇન્ડિપેન્ડન્ટ કલાકારોમાંનો એક ગણાય છે. ૧૯૯૭માં પંજાબમાં જન્મેલા અને સૅન ફ્રાન્સિસ્કો બે એરિયામાં ઊછરેલા તલવિન્દરનું સંગીત પરંપરાગત પંજાબી એલિમેન્ટને હિપ-હૉપ, ટ્રૅપ અને સિન્થ-પૉપ જેવા આધુનિક ગ્લોબલ સાઉન્ડ સાથે મિક્સ કરે છે.
તલવિન્દર પોતાની આસપાસ એક પ્રકારનું રહસ્ય જાળવી રાખે છે. તે પર્ફોર્મ કરતી વખતે પોતાના ચહેરા પર ખાસ કલર લગાવે છે અને એને પોતાની આર્ટિસ્ટિક ચૉઇસ તરીકે વર્ણવે છે. તેનું કહેવું છે કે આ રીતે હું મારી પર્સનલ લાઇફને પબ્લિકની ઓળખથી અલગ રાખી શકું છું. તલવિન્દરે ૨૦૧૮માં મ્યુઝિક રિલીઝ કરવાનું શરૂ કર્યું હતું. તેણે સાઉન્ડ ક્લાઉડ, સ્પૉટિફાય અને યુટ્યુબ જેવાં પ્લૅટફૉર્મ પર ટ્રૅક્સ શૅર કરીને ધીમે-ધીમે એક મજબૂત ફૅન્સ-બેઝ બનાવ્યો છે. 

Disha Patani tiger shroff bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news