‘ડૉક્ટર G’ બનીને પસ્તાય છે આયુષમાન

05 October, 2022 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તે પહેલી વખત ડૉક્ટર બની રહ્યો છે

‘ડૉક્ટર G’માં આયુષમાન

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે તે ‘ડૉક્ટર G’ બનીને પસ્તાઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે પહેલી વખત ડૉક્ટર બની રહ્યો છે. તેની સાથે આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ અને શેફાલી શાહ લીડ રોલમાં છે. આયુષમાનને રિયલ લાઇફમાં ડૉક્ટર બનવું હતું. જોકે રીલ લાઇફમાં ડૉક્ટરનો રોલ ભજવીને ખુશી વ્યક્ત કરતાં આયુષમાને કહ્યું કે ‘હું ડૉક્ટર બનવા માગતો હતો. એની કોઈને જાણ નહોતી. મેં અગિયાર અને બારમા ધોરણમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલૉજીનો સ્ટડી કર્યો હતો. મેં પ્રી-મેડિકલ ટેસ્ટની એક્ઝામ આપી હતી. મેં આ બધાની તૈયારી કરી હતી. રિયલ લાઇફમાં તો હું ડૉક્ટર ન બની શક્યો, પરંતુ ફિલ્મમાં તો હું ડૉક્ટર બન્યો.’

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને કૅપ્શન આપી હતી, ‘લાઇફના દરેક સ્ટેપ પર નવું સાહસ તમારી રાહ જુએ છે. ડૉક્ટર G સાથે હંમેશાં એવું જ થાય છે જે તેને પસંદ નથી. ટૂંકમાં કહીએ તો ઇનકી તો લગ ગઈ. ‘ડૉક્ટર G’ ૧૪ ઑક્ટોબરે રિલીઝ થવાની છે.’

entertainment news bollywood bollywood news upcoming movie ayushmann khurrana