15 September, 2025 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રાઉતેલા, મિમી ચક્રવર્તી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગેરકાયદે સટ્ટાબાજી ઍપ્લિકેશન 1xBet સાથે જોડાયેલા મની-લૉન્ડરિંગ કેસમાં ઉર્વશી રાઉતેલા અને ઍક્ટ્રેસમાંથી રાજકારણી બનેલાં તૃણમૂલ કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ સંસદસભ્ય મિમી ચક્રવર્તીને સમન્સ પાઠવ્યાં છે. આ કેસમાં અગાઉ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન અને ઍપના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર સુરેશ રૈનાની પૂછપરછ થઈ ચૂકી છે. મિમી ૧૫ સપ્ટેમ્બરે હાજર થશે, જ્યારે ઉર્વશી રાઉતેલાની ૧૬ સપ્ટેમ્બરે EDના દિલ્હી મુખ્યાલયમાં પૂછપરછ કરવામાં આવશે.
કેટલાક મહિના પહેલાં માહિતી આવી હતી કે આ બેટિંગ-ઍપે પ્રચાર માટે ૫૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો અને ઘણા સ્ટાર્સ આ ઍપના પ્રચાર સાથે જોડાયેલા હોવાનો આરોપ છે. આ જ મામલે હવે ED ફરીથી ઉર્વશી અને મિમીની પૂછપરછ કરવા માગે છે.