18 October, 2025 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્સર બોર્ડનું A સર્ટિફિકેટ હર્ષવર્ધન રાણેની એક દીવાને કી દીવાનિયતને
હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની ‘એક દીવાને કી દીવાનિયત’ ૨૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મને આ સર્ટિફિકેટ આપતાં પહેલાં સેન્સર બોર્ડે કેટલાક નિર્દેશો કર્યા છે. ફિલ્મમાં બે જગ્યાએ ‘રાવણ’ શબ્દનો ઉપયોગ થયો હતો એને બદલીને ‘ખલનાયક’ શબ્દ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સેન્સર બોર્ડની કમિટીએ નિર્માતાઓને રામાયણ સાથે જોડાયેલા બધા ડાયલૉગ્સ કાઢી નાખવાની સૂચના આપી હોવાની ખબર પડી છે.