19 January, 2026 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘એક દિન’માં સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની જાદુઈ કેમેસ્ટ્રી જોવા મળશે
બોલિવુડ (Bollywood)ના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન (Aamir Khan)નો દીકરો જુનૈદ ખાન (Aamir Khan) તેની આગામી ફિલ્મ ‘એક દિન’ (Ek Din) માટે સમાચારમાં છે. ફિલ્મનું પોસ્ટર થોડાક સમય પહેલા રિલીઝ થયું હતું, તેની સાથે જ ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. હવે, નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ (‘Ek Din’ teaser launched) કર્યું. આ ફિલ્મમાં જુનૈદ ખાન અને સાઈ પલ્લવી (Sai Pallavi) મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં બંને એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળે છે.
‘એક દિન’માં સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની જાદુઈ કેમેસ્ટ્રી જોવા મળશે. આ ફિલ્મ આમિર ખાન (Aamir Khan) અને મન્સૂર ખાન (Mansoor Khan)ના પુનઃમિલનને પણ દર્શાવે છે.
પ્રેમની વાત આવે ત્યારે બધું જ જાદુઈ લાગે છે. આમિર ખાન પ્રોડક્શન્સ (Aamir Khan Productions)ની ‘એક દિન’ ફિલ્મનું ટીઝર, જે ખરેખર જાદુઈ, નરમ અને ક્લાસિક પ્રેમકથા દર્શાવે છે તે, આખરે રિલીઝ થયું છે. ફિલ્મમાં સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની સુંદર અને ફ્રેશ જોડી દર્શાવવામાં આવી છે.
શિયાળાના બરફીલા સૌંદર્ય સામે સેટ કરાયેલ, ‘એક દિન’નું ટીઝર હૃદયસ્પર્શી સંવાદ સાથે શરૂ થાય છે અને તેના શાંત, મધુર સૂર દ્વારા પ્રેમની ભાવનાને સુંદર રીતે કેદ કરે છે. સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની તાજી ઓન-સ્ક્રીન જોડીની મનમોહક કેમિસ્ટ્રી દર્શાવતું, ટીઝર હૃદયને પ્રેમ અને સ્નેહથી ભરી દે છે. તે એક એવી પ્રેમકથાનું વચન આપે છે જે આજના બોલિવૂડમાં ભાગ્યે જ જોવા મળે છે અને લાંબા સમયથી મોટા પડદા પર ગુમ થયેલ રોમેન્ટિક જાદુને ઉજાગર કરે છે.
સાઉથ સિનેમા ક્વિન સાઈ પલ્લવી, જે હિન્દીમાં બહુપ્રતિક્ષિત ડેબ્યુ કરી રહી છે, તે તેના સિગ્નેચર ગ્રેસ, ઊંડાણ અને સરળતા દર્શાવે છે. જુનૈદ ખાન આત્મવિશ્વાસથી એક નવા ભાવનાત્મક ક્ષેત્રમાં નેવિગેટ કરે છે, તેનો ચાર્મ મનમોહક છે. તેના અભિનયમાં એક મીઠી માસૂમિયત છે જે આ રોમાંસને અધિકૃત અને ખાસ બનાવે છે, અને તેમની ઓન-સ્ક્રીન જોડી પહેલી ઝલકથી જ ફ્રેશ અને જાદુઈ લાગે છે.
ફિલ્મ ‘એક દિન’ સાથે, આમિર ખાન અને દિગ્દર્શક-નિર્માતા મન્સૂર ખાન લાંબા સમય પછી ફરી ભેગા થયા છે. અગાઉ, આ પ્રતિષ્ઠિત જોડીએ કયામત સે કયામત તક (Qayamat Se Qayamat Tak), જો જીતા વોહી સિકંદર (Jo Jeeta Wohi Sikandar), અકેલે હમ અકેલે તુમ (Akele Hum Akele Tum), અને જાને તુ... યા જાને ના (Jaane Tu... Ya Jaane Na) જેવી યાદગાર ફિલ્મો આપી છે. ‘એક દિન’માં, બંને એક રોમેન્ટિક પ્રેમકથા લાવવા માટે ફરી ભેગા થાય છે જે આ ફિલ્મને જોવા જેવી બનાવે છે.
આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્મિત, ‘એક દિન’માં સાઈ પલ્લવી અને જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન સુનીલ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ આમિર ખાન, મન્સૂર ખાન અને અપર્ણા પુરોહિત દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.