27 October, 2025 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતાએ સુઝૅન સાથેની તેની મિત્રતાના પુરાવા સમાન વિડિયો પણ પોસ્ટ કર્યો છે
સુઝૅન ખાનની ગઈ કાલે પચાસમી વર્ષગાંઠ હતી અને તેની બેસ્ટ ફ્રેન્ડ અને પ્રોડ્યુસર એકતા કપૂરે તેને સોશ્યલ મીડિયાના માધ્યમથી જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. એકતા અને સુઝૅનની મિત્રતા ખૂબ જૂની છે અને બન્ને ઘણી વાર સાથે વેકેશન ગાળતી જોવા મળી છે. એકતાએ સુઝૅન સાથેની તેની મિત્રતાના પુરાવા સમાન વિડિયો પણ પોસ્ટ કર્યો છે. એકતાએ આ વિડિયો સાથે કૅપ્શન લખી છે, ‘મારી સૌથી વહાલી અને સુંદર મિત્ર, મને ખૂબ ખુશી છે કે આજે તારો જન્મદિવસ છે. મને ખૂબ ખુશી છે કે તું આ દુનિયામાં આવી. મને ખૂબ ખુશી છે કે તું મારા જીવનમાં આવી. તું જ્યાં પણ જાય ત્યાં પ્રકાશ ફેલાવ. જન્મદિવસ મુબારક. લવ યુ, સુઝી.’