હાથીની સવારી હવે બંધ

12 August, 2021 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમની સલામતી માટે આગળ આવી સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાએ લોકોને હાથીઓના સંરક્ષણ માટે જાગ્રત કરવાનું બીડું ઉઠાવ્યું છે. આજે વર્લ્ડ એલિફન્ટ ડે છે. એ નિમિત્તે તેણે પીટા (PETA-પીપલ ફૉર ધી ઍથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ) સાથે હાથ મિલાવ્યા છે. હાથીઓના પક્ષમાં એક ઍડ બનાવવામાં આવી છે. એ ઍડમાં સાન્યાના ચહેરા પર કટ દેખાય છે. એ ઘા અંકુશ (એક ધારદાર શસ્ત્ર) દ્વારા કરવામાં આવ્યો છે. આ અંકુશ મારફત જ હાથીઓને પીડા આપવામાં આવે છે. બેબી એલિફન્ટ જ્યારે બે વર્ષનું થાય ત્યારે એને એની મધરથી બળજબરીપૂર્વક દૂર કરવામાં આવે છે. તેને ઝાડ સાથે સાંકળ અથવા તો દોરડાથી બાંધવામાં આવે છે, તો ક્યારેક લાકડા વડે એનો પગ બાંધવામાં આવે છે. એનો ટ્રેઇનર લાકડી વડે કાં તો અંકુશ વડે ફટકારીને પોતાના ઇશારે નચાવે છે. હાથીઓ વિશે સાન્યાએ કહ્યું હતું કે ‘હું જ્યારે ઑન-સ્ક્રીન ઍક્ટિંગ કે પછી ડાન્સ કરું ત્યારે હું એને ખૂબ એન્જૉય કરું છું. જોકે હાથીઓનો ઉપયોગ સવારી માટે કાં તો પર્ફોર્મન્સ કરવા માટે કરવામાં આવે તો તેમની પાસે કોઈ પર્યાય નથી હોતો. તેમની અતિશય મારકૂટ કરવામાં આવે છે અને તેમને કદી એના પરિવાર સાથે મળવા નથી મળતું.’

bollywood news bollywood bollywood gossips entertainment news sanya malhotra