શેફાલી જરીવાલાની પ્રાર્થનાસભામાં ભાંગી પડ્યા પિતા

04 July, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ્રુસકે-ધ્રુસકે રડી રહેલા સતીશ જરીવાલાનાં આંસુ જમાઈ પરાગ ત્યાગીએ લૂછ્યાં

શેફાલીના પિતા ધ્રુસકે-ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા

બુધવારે શેફાલી જરીવાલાની પ્રાર્થનાસભાનું આયોજન થયું હતું જેનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં શેફાલીના પિતા ધ્રુસકે-ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. જોકે તેમની આ સ્થિતિ જોઈને શેફાલીના પતિ પરાગ ત્યાગીએ પોતાનું દર્દ ભૂલીને પોતાના સસરાનું દુ:ખ હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે શેફાલી જરીવાલાના પિતાનાં આંસુ લૂછ્યાં હતાં અને તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

શેફાલી જરીવાલાએ પોતાના પહેલા જ ગીત ‘કાંટા લગા’થી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં  ભારે નામના મેળવી હતી. ૨૭ જૂને શેફાલી જરીવાલાના આકસ્મિક નિધનથી બધાને બહુ આંચકો લાગ્યો હતો. ડૉક્ટરે શરૂઆતમાં શેફાલી જરીવાલાના મોતનું આ કારણ કાર્ડિઍક અરેસ્ટ ગણાવ્યું હતું, પરંતુ પછીથી તેમણે કહ્યું હતું કે શેફાલીના મોતનું કારણ લો બ્લડપ્રેશર હોઈ શકે છે. શેફાલીની નજીકની મિત્રનું કહેવું હતું કે શેફાલીના ઘરે એ દિવસે પૂજા હતી. આવી સ્થિતિમાં તેણે વ્રત રાખ્યું હતું પરંતુ વ્રત દરમ્યાન શેફાલીએ વિટામિન-C આઇવી ડ્રિપ પણ લીધી હતી. શેફાલીની મિત્રએ સ્પષ્ટ કર્યું હતું કે આ દવા તે અવારનવાર લેતી હતી, પણ ભૂતકાળમાં તેને કોઈ તકલીફ નહોતી થઈ.

shefali jariwala celebrity death bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news