ફૅન્સ સાથે ઇમરાને ઊજવી વર્ષગાંઠ, આવારાપનની સીક્વલની આપી સરપ્રાઇઝ ગિફ્ટ

26 March, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમરાને ચાહકોનો આભાર માન્યો હતો અને તેના આગામી પ્રોજેક્ટ ‘આવારાપન’ની સીક્વલની જાહેરાત કરી હતી.

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીની ૨૪ માર્ચે ૪૬મી વર્ષગાંઠ હતી. ઇમરાને આ દિવસનું સેલિબ્રેશન મીડિયા સાથે તેમ જ પોતાના ફૅન્સ સાથે કર્યું હતું. આ સેલિબ્રેશનમાં ઇમરાને કેક કાપીને તેમ જ ચાહકો તથા પત્રકારો તરફથી શુભેચ્છા પ્રાપ્ત કરી હતી.

આ સેલિબ્રેશનમાં તેણે મીડિયા સાથે વાતચીત કરીને પોતાની બે દાયકાની બૉલીવુડ-કરીઅરની યાદગાર ક્ષણો શૅર કરી હતી. એ પછી ઇમરાને ચાહકોનો આભાર માન્યો હતો અને તેના આગામી પ્રોજેક્ટ ‘આવારાપન’ની સીક્વલની જાહેરાત કરી હતી.

વિશેષ ફિલ્મ્સના બૅનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘આવારાપન’ની સીક્વલ ૨૦૨૬ની ૩ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘આવારાપન’ને મોહિત સૂરિએ ડિરેક્ટ કરી હતી, પરંતુ સીક્વલનો ડિરેક્ટર કોણ હશે એ હજી સુધી જાહેર થયું નથી તેમ જ ઇમરાન હાશ્મીની હિરોઇન કોણ હશે એ પણ હજી સુધી સ્પષ્ટ નથી થયું.

emraan hashmi happy birthday celebrity edition bollywood bollywood news bollywood buzz entertainment news