હરિદ્વારમાં ઇમરાનની ફિલ્મના શૂટિંગ દરમ્યાન મોટો વિવાદ

12 June, 2026 09:32 AM IST  |  Haridwar | Gujarati Mid-day Correspondent

એક મકાનની બહાર કૅફે ઍન્ડ બારનું બોર્ડ જોઈને હિન્દુવાદી સંગઠનો અને તીર્થ પુરોહિતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

હરિદ્વારમાં ઇમરાન હાશ્મી અને અપારશક્તિ ખુરાનાની ફિલ્મ ‘ગનમાસ્ટર G9’ના શૂટિંગ દરમ્યાન ‘કૅફે એન્ડ બાર’ના સેટને લઈને વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર ઘટના હરિદ્વારના શ્રવણનાથ નગર વિસ્તારમાં આવેલા ભાટિયા ભવનની છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી ઇમરાન હાશ્મીની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ શૂટિંગ માટે બુધવારે મોડી રાત્રે એક મકાનની બહાર ‘કૅફે એન્ડ બાર’નું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ વાતની જાણ થતાં જ કેટલાક હિન્દુવાદી સંગઠનો અને તીર્થ પુરોહિતો સ્થળ પર પહોંચી ગયા અને તેમણે જોરદાર વિરોધ નોંધાવ્યો. તેમનું કહેવું હતું કે આ માતા ગંગાની પવિત્ર ભૂમિ છે અને અહીં આવી વસ્તુઓ સ્વીકાર્ય નથી.

વિરોધકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધર્મનગરીની મર્યાદા વિરુદ્ધ કોઈ બાબત સ્વીકારવામાં આવશે નહીં અને બોર્ડ તરત જ હટાવવું પડશે. આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે. વધતા વિરોધને જોતાં ફિલ્મ-યુનિટ અને મકાન-સંચાલકોએ બોર્ડ પરથી ‘બાર’ શબ્દ હટાવી દીધો અને ત્યાર બાદ મામલો શાંત થયો હતો.

emraan hashmi aparshakti khurana upcoming movie haridwar hinduism entertainment news bollywood bollywood news