✕

ગનમાસ્ટર G9ના શૂટિંગમાં માંડ-માંડ બચ્યો ઇમરાન

15 October, 2026 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમરાન હાશ્મી પોતાની આગામી ફિલ્મ ‘ગનમાસ્ટર G9’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાન કરવામાં આવેલા એક જોખમી સ્ટન્ટનો વિડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને લોકોની ચિંતા વધી ગઈ છે.

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી પોતાની આગામી ફિલ્મ ‘ગનમાસ્ટર G9’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાન કરવામાં આવેલા એક જોખમી સ્ટન્ટનો વિડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને લોકોની ચિંતા વધી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના ક્લાઇમૅક્સના દૃશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV) હવામાં પલટી મારીને નીચે ઊભેલી વૅન પર જઈ પડ્યું હતું. આ દરમ્યાન ગાડી ઇમરાન હાશ્મીની એકદમ નજીક પહોંચી ગઈ હતી અને તે ઈજામાંથી માંડ-માંડ બચ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. જોકે ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે આ દૃશ્યનું શૂટિંગ આયોજન મુજબ થઈ રહ્યું હતું કે પછી સ્ટન્ટ દરમ્યાન કોઈ ગરબડ થઈ હતી.

emraan hashmi social media film shooting bollywood news bollywood gossips bollywood entertainment news accident