✕

Entertainment Updates: નીતુ કપૂરે પૌત્રી રાહા કપૂરના પગ ધોઈને ઉજવી દુર્ગાષ્ટમી

20 October, 2026 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીતુએ સોશ્યલ મીડિયામાં રાહા સાથેની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં રાહાનો ચહેરો દેખાતો નથી. રાહા ખુરસી પર બેઠી છે, જ્યારે તેનાં દાદી નીતુ નીચે બેઠાં છે. તસવીરમાં નીતુ પોતાની પૌત્રીના પગ ધોઈને તેના આશીર્વાદ લેતાં જોવા મળે છે.

નીતુ કપૂરે ઉજવી દુર્ગાષ્ટમી

નવરાત્રિમાં દર વર્ષે દુર્ગાષ્ટમી અને નવમીના અવસરે હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર લોકો પોતાના ઘરે કન્યાપૂજન અને કન્યાભોજનનું આયોજન કરે છે. ગઈ કાલે મહાનવમીની ઉજવણી થઈ રહી છે, જ્યારે આ પહેલાં મહાષ્ટમી મનાવવામાં આવી હતી. નીતુ કપૂરે પણ ચાર વર્ષની પૌત્રી રાહા કપૂર સાથે અષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો. આ દરમ્યાન નીતુ ગુલાબી અને સફેદ રંગના પ્રિન્ટેડ કુર્તામાં જોવા મળ્યાં હતાં, જ્યારે નાનકડી રાહાએ નારંગી રંગનું ટી-શર્ટ અને જીન્સ પહેર્યાં હતાં.

 નીતુએ સોશ્યલ મીડિયામાં રાહા સાથેની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં રાહાનો ચહેરો દેખાતો નથી. રાહા ખુરસી પર બેઠી છે, જ્યારે તેનાં દાદી નીતુ નીચે બેઠાં છે. તસવીરમાં નીતુ પોતાની પૌત્રીના પગ ધોઈને તેના આશીર્વાદ લેતાં જોવા મળે છે. આ તસવીર શૅર કરતાં નીતુએ લખ્યું હતું, ‘હૅપી કંજક, જય માતા દી.’

કંગના રનૌતે કરાવ્યો મહાનવમીનો હવન

કંગના રનૌતે ગઈ કાલે મનાલીના તેના ઘરે મહાનવમી નિમિત્તે હવન કરાવ્યો હતો.

મહાનવમી પર વરુણ ધવને ઘરે કર્યું કન્યાપૂજન

વરુણ ધવને મહાનવમીના અવસરે સોશ્યલ મીડિયા પર એક સુંદર તસવીર શૅર કરીને ચાહકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી છે. શૅર કરેલી તસવીરમાં વરુણ પોતાના ઘરે અનેક નાની બાળકીઓ સાથે જોવા મળી રહ્યો છે. દર વર્ષે અષ્ટમી અને નવમીના દિવસે લોકો પોતાના ઘરે કન્યાપૂજન કરે છે અને બાળકીઓને ભોજન પણ કરાવે છે. વરુણ ધવને પણ આ ધાર્મિક પરંપરાનું પાલન કર્યું હતું. તસવીરમાં તે પોતાના હાથમાં એક કાગળ પકડેલો પણ જોવા મળે છે જેના પર અંગ્રેજીમાં ‘હૅપી નવરાત્રિ’ લખેલું છે.

neetu kapoor Raha Kapoor durga puja hinduism navratri bollywood news bollywood gossips bollywood entertainment news