09 July, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીનાએ શૅર કરેલી તસવીર
કરીના કપૂર હાલમાં પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહી છે. તેણે સોશ્યલ મીડિયા પર પતિ સૈફ અલી ખાનની કેટલીક ખાસ તસવીરો શૅર કરી છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. કરીનાએ સોશ્યલ મીડિયામાં સૈફની જે તસવીરો પોસ્ટ કરી છે એમાં તે દરિયાના પાણીમાંથી બહાર આવતો જોવા મળે છે અને તેણે બ્રાઇટ ઑરેન્જ સ્વિમ-શૉર્ટ્સ પહેર્યાં છે. તસવીરો સાથે કરીનાએ લખ્યું છે, ‘ઉનાળો ખૂબ જ સુંદર રીતે પસાર થઈ રહ્યો છે. હૉટ હસબન્ડ.’
૩,૩૦,૫૦૦ રૂપિયાનાં ગુજરાતી ચણિયા-ચોળી પહેરીને શનાયા કપૂર કઝિનનાં લગ્નમાં મહાલી
સોમવારે યોજાયેલા અંશુલા કપૂર અને રોહન ઠક્કરના લગ્નસમારોહમાં બોની કપૂરનો આખો પરિવાર ભેગો થયો હતો. આ સ્ટાર ફૅમિલીના દરેક મહેમાને પોતાના અનોખા ફૅશન-લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ વિધિ વખતે અંશુલાની કઝિન શનાયા કપૂરે ગુજરાતી સ્ટાઇલનાં ચણિયા-ચોળી પહેરવાનું પસંદ કર્યું હતું. આ ચણિયા-ચોળીમાં ગુજરાત અને કચ્છની પરંપરાગત એમ્બ્રૉઇડરી કરવામાં આવી હતી તેમ જ મિરરવર્કની સુંદર સજાવટ કરવામાં આવી હતી. શનાયાએ જે બ્રૅન્ડનાં ચણિયા-ચોળી પહેર્યાં હતાં એની સત્તાવાર વેબસાઇટ પર આ આઉટફિટની કિંમત ૩,૩૦,૫૦૦ રૂપિયા જણાવવામાં આવી છે.
ઇન આંખોં કી મસ્તી કે....
બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કરનાં લગ્નનું રિસેપ્શન મંગળવારે રાત્રે બાંદરા-વેસ્ટની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં યોજાયું હતું જેમાં રેખા છવાઈ ગઈ હતી.
તસવીરો : સતેજ શિંદે