Entertainment Updates: માય વાઇફ ઇઝ ઍન આલ્ફા

23 June, 2026 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્ની આલિયા ભટ્ટને સપોર્ટ કરવા આવું લખેલું ટી-શર્ટ પહેરીને ફરી રહ્યો છે રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરે ફરી એક વાર સાબિત કરી દીધું છે કે તે પોતાની પત્ની આલિયા ભટ્ટનો સૌથી મોટો સપોર્ટર છે. આલિયાની ફિલ્મ ‘આલ્ફા’ ૩ જુલાઈએ રિલીઝ થવાની છે ત્યારે રણબીર જાહેરમાં એક ખાસ ટી-શર્ટ પહેરીને જોવા મળ્યો. રણબીરના આ ટી-શર્ટ પર ‘માય વાઇફ ઇઝ ઍન આલ્ફા’ લખેલું જે આલિયાની આગામી ફિલ્મને પ્રમોટ કરે છે. રણબીરની આ સ્ટાઇલ ફૅન્સને બહુ પસંદ પડી રહી છે.

ફૅન્સ સાથે કૉકટેલ 2ની મજા માણવા ક્રિતી સૅનન પહોંચી થિયેટરમાં

ક્રિતી સૅનનની ફિલ્મ ‘કૉકટેલ 2’ને પ્રમાણમાં સારો પ્રતિભાવ મળ્યો છે અને એ સારી એવી કમાણી કરી રહી છે. બૉક્સ-ઑફિસના આંકડા પ્રમાણે ફિલ્મે પહેલા વીકએન્ડમાં કુલ ૫૦.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના આ દેખાવથી એના કલાકારો ખુશ છે અને ક્રિતી રવિવારે ફૅન્સ સાથે આ ફિલ્મની મજા માણવા પોતાના પરિવાર સાથે જુહુ સ્થિત પીવીઆર સિનેમા પહોંચી હતી. ક્રિતીએ અહીં ફૅન્સ સાથે સારોએવો સમય પસાર કર્યો હતો અને તસવીરો પણ ક્લિક કરાવી હતી.

entertainment news bollywood bollywood news ranbir kapoor alia bhatt kriti sanon