19 September, 2025 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર લાગેલા કથિત ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં એક નવો વળાંક આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) ટૂંક સમયમાં બિપાશા બાસુ, નેહા ધુપિયા અને એકતા કપૂરને લેટર લખીને રાજ કુન્દ્રાની કંપની પાસેથી મળેલા પૈસાની માહિતી માગશે. મળતી માહિતી પ્રમાણે વિવાદિત બેસ્ટ ડીલ ટીવીમાં જે-જે સેલિબ્રિટીઝને ભાગ લેવા માટે પૈસા આપવામાં આવ્યા હતા તેમને આ ટ્રાન્ઝૅક્શનની વિગતો પૂછવામાં આવશે.