03 November, 2025 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હું જે કંઈ પણ છું, તમારા બન્નેને કારણે છું
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી એશા દેઓલની ગઈ કાલે ૪૪મી વર્ષગાંઠ હતી. આ દિવસે એશાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મમ્મી-પપ્પા સાથેની બાળપણની તસવીર શૅર કરીને ઇમોશનલ નોંધ લખી છે. એશાએ આ પોસ્ટમાં લખ્યું છે કે ‘હું જે કંઈ પણ છું, તમારા બન્નેને કારણે છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું, પપ્પા અને મમ્મા.’ આ સુંદર તસવીરમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની પોતાની દીકરીને પ્રેમભરી નજરોથી જોઈ રહ્યાં છે, જ્યારે નાની એશા કૅમેરા તરફ સ્માઇલ કરી રહી છે.