28 October, 2025 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ જાય છે અને તેમને કહે છે કે ‘બસ યહી કરો તુમ લોગ, પૂરા સમય યહી કરો...’ અને પછી ત્યાંથી જતી રહે છે.
રવિવારે દિવંગત ઍક્ટર સતીશ શાહની અંતિમ યાત્રામાં ફિલ્મમેકર ફારાહ ખાન સહિત બૉલીવુડ અને ટીવી-જગતની અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ સમયનો ફારાહ ખાનનો એક વિડિયો ચર્ચાસ્પદ બન્યો છે જેમાં તે વારંવાર અંદર ઘૂસીને ફોટો ક્લિક કરવાના કે પછી વિડિયો શૂટ કરવાના ફોટોગ્રાફર્સના વર્તનને કારણે તેમના પર ગુસ્સે થઈ ગઈ હતી.
આ વિડિયોમાં ફારાહ દિવંગત ઍક્ટરના અંતિમ સંસ્કાર પછી સતીશ શાહના નજીકના મિત્ર અશોક પંડિત સાથે વાત કરતી-કરતી બહાર આવતી દેખાય છે. તે દુખી થઈને વાત કરતી હોય છે ત્યારે તે જુએ છે કે ફોટોગ્રાફર્સ તેને રેકૉર્ડ કરી રહ્યા છે. આ સમયે ફારાહ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ જાય છે અને તેમને કહે છે કે ‘બસ યહી કરો તુમ લોગ, પૂરા સમય યહી કરો...’ અને પછી ત્યાંથી જતી રહે છે.