જૅકી શ્રોફનું શાનદાર ઘર ફારાહ ખાને પોતાના વ્લૉગમાં બતાવ્યું

04 April, 2026 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘરની સજાવટ વિશે વાત કરતાં ક્રિષ્નાએ કહ્યું હતું કે ‘મમ્મી અને મેં સાથે મળીને આ ઘર ડિઝાઇન કર્યું છે. વુડન-ફ્લોરિંગ ઘરને કમ્ફર્ટેબલ ફીલ આપે છે. અમને ઓપન સ્પેસ ગમે છે એટલે ઘરમાં આટલી બધી ખાલી જગ્યા રાખવામાં આવી છે.’

જૅકી શ્રોફનું શાનદાર ઘર ફારાહ ખાને પોતાના વ્લૉગમાં બતાવ્યું

ફિલ્મમેકર ફારાહ ખાન સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. હવે તે યુટ્યુબર પણ બની ગઈ છે અને યુટ્યુબ પર વિડિયો બનાવે છે. ફારાહ હાલમાં જૅકી શ્રોફના ઘરે પહોંચી હતી અને તેણે જૅકીની દીકરી ક્રિષ્ના શ્રોફ સાથે મળીને આ શાનદાર ઘરની હાઉસટૂર પણ કરાવી હતી. 
આ હાઉસટૂર કરાવતી વખતે ફારાહે માહિતી આપી હતી કે ‘જૅકી શ્રોફનું ઘર અંદરથી ખૂબ જ આલીશાન અને એસ્થેટિક છે. ઘરમાં સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. સાથે જ ઘરમાં સુંદર આર્ટવર્ક પણ લગાડવામાં આવ્યું છે. ઘરના લિવિંગ રૂમમાં મિનિમમ ફર્નિચર છે જેમાં સફેદ સોફા, વુડન-ટેબલ અને કેટલીક ખુરસીઓ સામેલ છે. ઘર ખૂબ જ ખુલ્લું અને હવાદાર લાગે છે જે એને વધુ આરામદાયક બનાવે છે.’
ઘરમાં માતા લક્ષ્મીની તસવીર પણ લગાડવામાં આવી છે. ડાઇનિંગ એરિયામાં દીવાલ પર ચિત્રકાર એમ. એફ. હુસૈનનું આર્ટવર્ક પણ છે. ઉપરાંત ઘરમાં જાકૂઝી અને આઇસ-બાથ જેવી સુવિધાઓ પણ છે. ઘરનું કિચન પણ ખૂબ જ આકર્ષક છે.’
આ ઘરની સજાવટ વિશે વાત કરતાં ક્રિષ્નાએ કહ્યું હતું કે ‘મમ્મી અને મેં સાથે મળીને આ ઘર ડિઝાઇન કર્યું છે. વુડન-ફ્લોરિંગ ઘરને કમ્ફર્ટેબલ ફીલ આપે છે. અમને ઓપન સ્પેસ ગમે છે એટલે ઘરમાં આટલી બધી ખાલી જગ્યા રાખવામાં આવી છે.’

farah khan jackie shroff bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news