23 February, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફરહા ખાન (ફાઇલ તસવીર)
બૉલિવૂડ ફિલ્મ મેકર કોરિયોગ્રાફર ફરાહ ખાન વિવાદ અને ચર્ચામાં રહે જ છે. જોકે આ વખતે ફરાહ ખાનનો વિવાદ આટલો બધો વધી ગયો છે કે તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ખરેખર, બન્યું એવું કે ફરાહ ખાન તેના કૂકિંગ રિયાલિટી શો `સેલિબ્રિટી માસ્ટરશૅફ` ને જજ કરતી જોવા મળી રહી છે. આ શોના એક એપિસોડમાં, ફરાહે હોળીના તહેવાર વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચા થઈ હતી. લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી હતી. હવે ફરાહ ખાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ
ફરાહ ખાન વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થયેલા હિન્દુસ્તાની ભાઉ ઉર્ફે વિકાસ ફાટક દ્વારા કરવામાં આવી છે. આ મામલે એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે કહ્યું હતું કે ફરાહ ખાને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હોળીના અવસરે એક હિન્દુને `છપરી` કહીને તેમણે યોગ્ય કાર્ય કર્યું નથી. આવી સ્થિતિમાં, ફરાહ ખાન વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરાહે શું ટિપ્પણી કરી હતી?
તમને જણાવી દઈએ કે ફરાહ ખાને શો `સેલિબ્રિટી માસ્ટરશૅફ`ના એક એપિસોડમાં હોળીના તહેવાર પર ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે, `હોળી એ બધા છાપરી લોકોનો પ્રિય તહેવાર હોય છે`. ફરહાની આ વાત ઘણા લોકોને ગમી નહીં. આવી સ્થિતિમાં યુઝર્સે ફરાહ ખાનની સોશિયલ મીડિયા પર ટીકા કરવાનું અને તેને જોરદાર ટ્રૉલ કરવાનું શરૂ કર્યું. યુઝર્સે કહ્યું કે ફરાહે આ નિવેદનથી તેમની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. એક યુઝરે કમેન્ટ લખી કે, `શું તમે આવા બીજા તહેવારો વિશે વાત કરી શકો છો? મૂર્ખતાભર્યું કૃત્ય’. બીજાએ લખ્યું, `આનો અર્થ શું છે છપ્રી?` જુઓ કોણ બોલી રહ્યું છે! ઘણા યુઝર્સે ફરાહ ખાનની ટિપ્પણીને અસંવેદનશીલ ગણાવી છે. `સેલિબ્રિટી માસ્ટરશૅફ` ઉપરાંત, ફરાહ તેના યુટ્યુબ વ્લોગમાં પણ ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.
તાજેતરમાં જ ફરાહની મિત્ર સાનિયા મિર્ઝા તેના ઘરે રસોઈ બનાવવા આવી હતી. સાનિયાના દીકરા ઇઝાન સાથે મજા કરતી વખતે, ફરાહે ગાયક ઉદિત નારાયણના મહિલા ફૅનને કિસ કરવાના વિવાદની મજાક પણ ઉડાવી હતી. વીડિયોનો આ ભાગ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ફરાહની વાત સાંભળ્યા પછી, ફક્ત સાનિયા મિર્ઝા જ નહીં, પણ યુઝર્સ પણ હસવાનું રોકી શક્યા નહીં, જોકે ફરહાની આ બધી વિવાદાસ્પદ વાતોને કારણે તે હવે મોટી મુસીબતમાં ફસાવની છે, એવું લાગી રહ્યું છે.