જવાનો પાસે ટ્રેઇનિંગ લેવી સન્માનની વાત છે : ફરહાન

18 January, 2022 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો ૨૦ જાન્યુઆરીએ ડિસ્કવરી+ પર રિલીઝ થવાનો છે

ફરહાન અખ્તર

ફરહાન અખ્તરનું કહેવું છે કે ‘મિશન ફ્રન્ટલાઇન’ માટે તેણે કઠિન સ્થિતિ અને કપરા વાતાવરણમાં ટ્રેઇનિંગ લીધી હતી, પરંતુ સૈનિકોની મદદથી એ શક્ય બન્યું હતું. આ શો ૨૦ જાન્યુઆરીએ ડિસ્કવરી+ પર રિલીઝ થવાનો છે. આ શોને રોહિત શેટ્ટીએ બનાવ્યો છે. રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો સાથેનો અનુભવ શૅર કરતાં ફરહાન અખ્તરે કહ્યું કે ‘જો હું એક શબ્દમાં કહું તો એ અનુભવ મારા માટે અતુલનીય હતો. અમે ‘લક્ષ્ય’ માટે જવાનોને ખૂબ નજીકથી અને વ્યક્તિગત રીતે ઓળખ્યા હતા. જોકે તેઓ જે રીતે અસહ્ય અને સખત પરિશ્રમ કરે છે એ જાણવું જીવનને બદલી નાખનારો અનુભવ રહ્યો હતો. કઠિન સ્થિતિ અને કપરા વાતાવરણમાં ટ્રેઇનિંગ લેવી અતિશય અઘરું હતું. જોકે તેમના સપોર્ટ અને પ્રોત્સાહનને કારણે એ શક્ય બન્યું હતું. મારા માટે આ સન્માનની વાત છે.’

entertainment news Web Series web series farhan akhtar