120 બહાદુર રિલીઝના ત્રણ દિવસ પહેલાં આજે ઍડ્વાન્સમાં જોવાનો ચાન્સ

18 November, 2025 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘120 બહાદુર’ ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ દરમ્યાન લડાયેલી ઐતિહાસિક રેઝાંગ લા લડાઈ પર આધારિત છે

ફિલ્મનું પોસ્ટર

ફરહાન અખ્તરની ‘120 બહાદુર’ ૨૧ નવેમ્બરે રિલીઝ થવાની છે, પણ હવે આ ફિલ્મને રિલીઝ પહેલાં કેટલીક પસંદગીની ખાસ જગ્યાએ પેઇડ પ્રીવ્યુઝ હેઠળ આજે જ દેખાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

‘120 બહાદુર’ ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ દરમ્યાન લડાયેલી ઐતિહાસિક રેઝાંગ લા લડાઈ પર આધારિત છે. આજે ૧૮ નવેમ્બરે રેઝાંગ લા લડાઈની ૬૩મી વર્ષગાંઠ પણ છે. એથી મેકર્સે આ પ્રસંગે ફિલ્મને ૨૧ નવેમ્બરથી ૩ દિવસ પહેલાં એટલે કે આજે ૧૮ નવેમ્બરે જ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. મેકર્સે તેમના આ પગલાને રેઝાંગ લાની લડાઈમાં શહીદ થયેલા જવાનોને સમર્પિત ગણાવ્યો છે.

ફરહાન અખ્તરે તેમના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. પોસ્ટમાં ફરહાને દર્શકો માટે વિશેષ જાહેરાત કરતાં જણાવ્યું છે કે ‘રેઝાંગ લા (૧૯૬૨)ની લડાઈની ૬૩મી વર્ષગાંઠના અવસર પર ‘120 બહાદુર’ના પેઇડ પ્રીવ્યુ આજે સમગ્ર દેશમાં યોજવામાં આવ્યા છે. હિન્દી સિનેમામાં આ પહેલી વાર છે કે દર્શકોને રિલીઝથી ત્રણ દિવસ પહેલાં જ ફિલ્મ જોવા મળશે.’

જોકે ફરહાને સ્પષ્ટ કર્યું છે કે આજનો શો માત્ર પેઇડ-પ્રીવ્યુ હશે. સમગ્ર વિશ્વમાં ‘120 બહાદુર’ ૨૧ નવેમ્બરે જ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

farhan akhtar upcoming movie entertainment news bollywood bollywood news