14 February, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરહાન હૉલીવુડની ફિલ્મમાં બનશે ભારત રત્ન વિજેતા સિતારવાદક પંડિત રવિ શંકર
ઍક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તર હવે હૉલીવુડમાં ડેબ્યુ કરવાનો છે. હાલમાં સોની પિક્ચર્સે પોતાની નવી ફિલ્મ ‘ધ બિટલ્સ - અ ફોર ફિલ્મ સિનેમૅટિક ઇવેન્ટ’ની જાહેરાત કરી છે જેમાં ફરહાન અખ્તર મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ પ્રોજેક્ટનું ડિરેક્શન ઑસ્કર વિજેતા સૅમ મેન્ડિસ કરશે અને આ ફિલ્મ ૨૦૨૮ના એપ્રિલમાં રિલીઝ થશે.
ફિલ્મમાં ફરહાન અખ્તર ભારત રત્ન વિજેતા અને પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિ શંકરનું પાત્ર ભજવશે. આ પ્રોજેક્ટ બ્રિટિશ બૅન્ડ ‘ધ બિટલ્સ’ પર આધારિત બાયોગ્રાફિકલ સિનેમૅટિક ઇવેન્ટ છે. રિપોર્ટ પ્રમાણે આ ભવ્ય બાયોગ્રાફિકલ સિરીઝનું પ્રોડક્શન યુકેમાં શરૂ થઈ ચૂક્યું છે.