ઑન-સ્ક્રીન ધમાલ મચાવશે પિતા-પુત્ર

23 October, 2021 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં ગુલ પનાગ અને અનીખા સુરેન્દ્રન પણ જોવા મળશે. એક વાત તો નક્કી છે કે આ ફાધર-સનની જોડીને ઑન-સ્ક્રીન જોવી એ પણ એક લહાવો રહેશે.

ઑન-સ્ક્રીન ધમાલ મચાવશે પિતા-પુત્ર

અક્કીનેની નાગાર્જુન અને તેનો દીકરો અખિલ અક્કીનેની આગામી થ્રિલર ‘ધ ઘોસ્ટ’માં જોવા મળવાના છે એવી ચર્ચા ચાલી રહી છે. અખિલની તાજેતરમાં રિલીઝ થયેલી રોમૅન્ટિક-કૉમેડી હિટ નીવડી છે. હવે તે ડૅડી સાથે સ્ક્રીન શૅર કરવા માટે તૈયાર થઈ ગયો છે. જોકે બન્નેમાંથી કોઈએ પણ એ વિશે ખુલાસો નથી કર્યો. ડિરેક્ટર પ્રવીણ સત્તારુ ‘ધ ઘોસ્ટ’ને ડિરેક્ટ કરશે. તેની ઇચ્છા છે કે એક અગત્યના રોલ માટે તે અખિલને સાઇન કરે. એની જાહેરાત ટૂંક સમયમાં કરવાના છે. આ ફિલ્મમાં ગુલ પનાગ અને અનીખા સુરેન્દ્રન પણ જોવા મળશે. એક વાત તો નક્કી છે કે આ ફાધર-સનની જોડીને ઑન-સ્ક્રીન જોવી એ પણ એક લહાવો રહેશે.

bollywood news bollywood bollywood gossips entertainment news