અનુપમ ખેરને હવે મૉડલિંગ કરવું છે

30 March, 2026 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં તેમણે સોશ્યલ મીડિયા પર કેટલીક સ્ટાઇલિશ તસવીરો મૂકીને હળવા અંદાજમાં પોતાની મૉડલિંગ કરવાની ઇચ્છા રજૂ કરી છે

અનુપમ ખેર

અનુપમ ખેરની ગણતરી ટૅલન્ટેડ ઍક્ટર તરીકે થાય છે. તેઓ અભિનયની સાથે-સાથે પોતાની ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપે છે અને રોજ જિમ જાય છે. આ જ કારણે તેઓ ૭૧ વર્ષની ઉંમરે પણ ખૂબ ફિટ અને એનર્જેટિક દેખાય છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયા પર કેટલીક સ્ટાઇલિશ તસવીરો મૂકીને હળવા અંદાજમાં પોતાની મૉડલિંગ કરવાની ઇચ્છા રજૂ કરી છે.

અનુપમ ખેરે પોતાની આ પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું એવા બૅકગ્રાઉન્ડમાંથી આવ્યો છું જ્યાં પાસે એક સારું શર્ટ હોવું પણ લક્ઝરી લાગતી હતી. ક્યારેય કલ્પના નહોતી કરી કે એક દિવસ હું ફૉર્મલ કપડાં ફક્ત પહેરીશ જ નહીં, એને સ્ટાઇલ સાથે કૅરી પણ કરીશ. આ તસવીરો જોઈને મને કહેવું પડે કે શિમલાનો એક સામાન્ય છોકરો હવે ખરેખર ઘણો બદલાઈ ગયો છે. ૭૧ વર્ષની ઉંમરે હું મારી જાતમાં આત્મવિશ્વાસભર્યો, એલિગન્ટ અને ખૂબ કમ્ફર્ટેબલ અનુભવું છું. અને મિત્રો, આ જ તો સૌથી શ્રેષ્ઠ આઉટફિટ છે જે કોઈ પહેરી શકે. તો પ્રિય બ્રૅન્ડ્સ, જો તમે ૭૧ વર્ષના એક યંગ મૉડલની શોધમાં હો જે અનુભવ, આત્મવિશ્વાસ અને થોડો સ્વૅગ લઈને આવે તો હું ઉપલબ્ધ છું, જય હો.’

anupam kher fashion entertainment news bollywood bollywood news bollywood buzz social media