કાર્તિક આર્યનને આખરે મળી એન્જિનિયરની ડિગ્રી

12 January, 2025 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યનને તાજેતરમાં નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એન્જિનિયરિંગની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી

ડી. વાય. પાટીલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં કાર્તિકને તેના નામનું જૅકેટ આપવામાં આવ્યું હતું, જે પહેરીને તેણે ડાન્સ કર્યો હતો અને ડિગ્રી સ્વીકારી હતી.

કાર્તિક આર્યનને તાજેતરમાં નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એન્જિનિયરિંગની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. કાર્તિક આર્યને આ કોર્સ માટે પ્રવેશ મેળવ્યો હતો એના એક દાયકાથી વધુ સમય પછી તેને આ ડિગ્રી એનાયત થઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઇવેન્ટની કેટલીક ઝલક શૅર કરી હતી જેમાં તે વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરતો અને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાના કૉલેજના દિવસોની યાદ તાજી કરાવી હતી.

કાર્તિકે પોતાના આ કૉલેજના ફંક્શનનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ વિડિયો સાથે તેણે લખ્યું : ‘છેલ્લી પાટલી પર બેસવાથી માંડીને કૉન્વોકેશનના સ્ટેજ સુધીની યાદગાર સફર... ડી. વાય. પાટીલ યુનિવર્સિટી, તમે મને યાદો અને સપનાં આપ્યાં અને હવે ફાઇનલી મારી ડિગ્રી (માત્ર એક દાયકાથી વધુ સમય લાગ્યો). આભાર વિજય પાટીલ સર, મારા અદ્ભુત શિક્ષકો અને અહીંના યંગ ડ્રીમર્સ... તમામ માટે પ્રેમ. આ તો જાણે મારું ઘર હોય એવું લાગે છે.’

આ વિડિયોમાં કાર્તિક ઉત્સાહી વિદ્યાર્થીઓના ભરચક ઑડિટોરિયમને સંબોધિત કરતી વખતે તેનું નામ લખેલું એક કસ્ટમાઇઝ્‍ડ જૅકેટ પહેરેલો જોવા મળે છે. આ ઇવેન્ટમાં જ્યારે કાર્તિક સ્ટેજ પર ગયો અને તેની ફિલ્મ ‘ભૂલભુલૈયા 3’ના ટાઇટલ-ટ્રૅક પકાર્તિક આર્યનને તાજેતરમાં નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એન્જિનિયરિંગની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. કાર્તિક આર્યને આ કોર્સ માટે પ્રવેશ મેળવ્યો હતો એના એક દાયકાથી વધુ સમય પછી તેને આ ડિગ્રી એનાયત થઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઇવેન્ટની કેટલીક ઝલક શૅર કરી હતી જેમાં તે વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરતો અને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાના કૉલેજના દિવસોની યાદ તાજી કરાવી હતી.

કાર્તિકે પોતાના આ કૉલેજના ફંક્શનનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ વિડિયો સાથે તેણે લખ્યું : ‘છેલ્લી પાટલી પર બેસવાથી માંડીને કૉન્વોકેશનના સ્ટેજ સુધીની યાદગાર સફર... ડી. વાય. પાટીલ યુનિવર્સિટી, તમે મને યાદો અને સપનાં આપ્યાં અને હવે ફાઇનલી મારી ડિગ્રી (માત્ર એક દાયકાથી વધુ સમય લાગ્યો). આભાર વિજય પાટીલ સર, મારા અદ્ભુત શિક્ષકો અને અહીંના યંગ ડ્રીમર્સ... તમામ માટે પ્રેમ. આ તો જાણે મારું ઘર હોય એવું લાગે છે.’

આ વિડિયોમાં કાર્તિક ઉત્સાહી વિદ્યાર્થીઓના ભરચક ઑડિટોરિયમને સંબોધિત કરતી વખતે તેનું નામ લખેલું એક કસ્ટમાઇઝ્‍ડ જૅકેટ પહેરેલો જોવા મળે છે. આ ઇવેન્ટમાં જ્યારે કાર્તિક સ્ટેજ પર ગયો અને તેની ફિલ્મ ‘ભૂલભુલૈયા 3’ના ટાઇટલ-ટ્રૅક પર તેણે વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કર્યો એ ફંક્શનની હાઇલાઇટ બની ગયો હતો. ર તેણે વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કર્યો એ ફંક્શનની હાઇલાઇટ બની ગયો હતો. 

kartik aaryan dy patil stadium navi mumbai entertainment news bollywood bollywood news